Bank Nifty Trend: શેરબજારના રોકાણકારો માટે બુધવારનો દિવસ શાનદાર સાબિત થયો છે. મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ) માં ચાલી રહેલા તણાવમાં ઘટાડો થવાની અને શાંતિ સ્થપાવાની આશાઓ પ્રબળ બનતા ભારતીય શેરબજારમાં જોરદાર ઉત્સાહ જોવા મળ્યો છે. ખાસ કરીને બેંકિંગ સેક્ટરમાં રોકાણકારોએ મન મૂકીને ખરીદી કરી છે, જેના કારણે Bank Nifty ઈન્ડેક્સમાં સતત બીજા દિવસે તેજી જોવા મળી છે.

