મોર્ગન સ્ટેન્લીએ FMEG કંપનીઓ પર હેવેલ્સ માટે ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમનું કહેવુ છે કે FY24-27 વચ્ચે અર્નિંગ CAGR 26% રહેવાના અનુમાન છે. ECDમાં ક્ષમતા વિસ્તરણ,કેબલ અને વાયરમાં ક્ષમતા વિસ્તારનો સપોર્ટ છે. પોલિકેબ માટે ઓવરવેટના રેટિંગ આપ્યા છે. સ્થાનિક C&Wમાં ગ્રોથને વધારવા મલ્ટાપલ સેક્ટર્સ છે. વોલ્ટાસ માટે રેટિંગ અપગ્રેડ કર્યા, ઈક્વલવેટથી ઓવરવેટ કર્યા. FY25-27 દરમિયાન અર્નિગ CAGR 21% રહેવાના અનુમાન છે. UCP બિઝનેસમાં મજબૂત વોલ્યુમ ગ્રોથ,માર્જિનમાં સુધારો આવવાની અપેક્ષા છે. વોલ્ટાસના પ્રોજેક્ટ બિઝનેસ માટે સૌથી ખરાબ સમય સમાપ્ત થઈ ગયો છે. ક્રોમ્પટન કન્ઝ્યુમર માટે રેટિંગ ડાઉનગ્રેડ કરી ઈક્વલવેટથી અન્ડરવેટ કર્યા. માર્જિન વિસ્તરણની અપેક્ષા છે. બજાજ ઈલ્ક્ટ્રીકલ્સ માટે અન્ડરવેટ રેટિંગ આપ્યા છે. આવક ઘટવાના અનુમાન, ગ્રામિણ માગમા રિકવરીની અપેક્ષા ઓછી છે.