મોર્ગન સ્ટેનલીએ સ્ટીલ પર કહ્યું ડિમાન્ડ સુધરતા સ્થાનિક સ્ટીલના ભાવ વધી શકે છે. ચીનમાં એન્ટિ-ઇન્વોલ્યુશન થીમ લોકપ્રિય થઈ રહી છે. વૈશ્વિક મેક્રો પરિબળો અનુકૂળ બની રહ્યા છે. FY27/28 સુધી સ્ટીલના ભાવ 3%થી વધી શકે છે. આવનાર થોડા મહિનાઓમાં અમુક ભારતીય સ્ટીલ કંપનીઓમાં ગ્રોથ વધશે. મોર્ગન સ્ટેનલીએ જેએસડબ્લ્યૂ સ્ટીલ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેના પર લક્ષ્યાંક વધારીને ₹1,300 પ્રતિશેરના નક્કી કર્યા છે. જ્યારે મોર્ગન સ્ટેનલીએ ટાટા સ્ટીલ પર ઓવરવેઈટના રેટિંગ આપ્યા છે. તેના પર લક્ષ્યાંક વધારીને ₹200 પ્રતિશેરના નક્કી કર્યા છે. ત્યારે મોર્ગન સ્ટેનીલએ સેલ પર ઈક્વલ-વેઇટના રેટિંગ આપ્યા છે. તેના પર લક્ષ્યાંક વધારીને ₹140 પ્રતિશેરના નક્કી કર્યા છે. મોર્ગન સ્ટેનલીએ જિંદાલ સ્ટીલ પર ઈક્વલ-વેઇટના રેટિંગ આપ્યા છે. તેના પર લક્ષ્યાંક વધારીને ₹1,150 પ્રતિશેરના નક્કી કર્યા છે.