Get App

Interim Budget 2024: ટેક્સરપેયર્સના હાથમાં નિરાશા, બજેટમાં ઈનકમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં

Interim Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારામન લોક સભામાં સામાન્ય બજેટ રજૂ કરી રહી છે. લોકસભામાં સામાન્ય બજેટ રજૂ કરતાં તેમણે કહ્યું કે બજેટ પર સૌની મીટ થી. છેલ્લા 10 વર્ષમાં ભારતીય ઈકોનોમીની કાયાપલટ થઈ.

MoneyControl Newsઅપડેટેડ Feb 01, 2024 પર 12:54 PM
Interim Budget 2024: ટેક્સરપેયર્સના હાથમાં નિરાશા, બજેટમાં ઈનકમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીંInterim Budget 2024: ટેક્સરપેયર્સના હાથમાં નિરાશા, બજેટમાં ઈનકમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં
Budget 2024: Interim Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારામન લોક સભામાં સામાન્ય બજેટ રજૂ કરી રહી છે.

Interim Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણ લોક સભામાં સામાન્ય બજેટ રજૂ કરી રહી છે. લોકસભામાં સામાન્ય બજેટ રજૂ કરતાં તેમણે કહ્યું કે બજેટ પર સૌની મીટ થી. છેલ્લા 10 વર્ષમાં ભારતીય ઈકોનોમીની કાયાપલટ થઈ. માળખાકીય સુધારાઓ હાથ ધરાયા. અમારા સુધારા સમાજવ્યાપી. ગામડાના સ્તરે વિકાસ પહોંચ્યો. હાઉસીંગ ફોર ઓલ, દરેક ઘરે જળ પહોચ્યા.

નિર્મલા સીતારમણે આગળ કહ્યુ કે 80 કરોડ લોકોને મફત અનાજ આપ્યા. મફત અનાજ પહોંચાડીને ગરીબોની ભૂખ સંતોષી છે. અમારા વિકાસકાર્યમાં દરેક જ્ઞાતિ,જાતિને સમાવ્યા છે. 2047 સુધી ભારતને વિકસિત ભારત બનાવીશું. અમે ભ્રષ્ટ્રાચાર દૂર કર્યા છે. અમે ભાઈ-ભતીજાવાદને દૂર કર્યા. અમે પરિણામો પર ધ્યાન આપ્યા.

નિર્મલા સીતારમણે જણાવ્યુ કે ગરીબ, મહિલા, ખેડૂત અને યુવા પર અમારુ ધ્યાન છે. સમાજના આ ચાર સ્તંભ સુખી હશે તો દેશ સુખી થશે. વિકાસમાં ગરીબ જોડાતા સુધારા નક્કર બને છે. જનધન એકાઉન્ટના માધ્યમથી રકમ સીધી જમા કરાઈ. સરકારે 25 કરોડ ગરીબોને સહાય કરી. દિવ્યાંગ માટે સરકારે કામ કર્યા.

નિર્મલા સીતારમણે કહ્યુ કે ખેડૂતો આપણા અન્નદાતા છે. 1 કરોડ ખેડૂતોને PM ફસલ યોજનામાં સમાવ્યા. 11.8 કરોડ ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો ફાયદો મળ્યો. આ યોજનાના દ્વારા ખેડૂતોના ખાતામાં સીધા સરકારે પૈસા આપ્યા છે. 1.4 કરોડ ખેડૂતોને સ્કિલ ઈંડિયા મિશનનો ફાયદો મળ્યો છે. 390 યૂનિવર્સિટિઝ ખોલવામાં આવી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો