Budget 2024: નાણામંત્રીએ દેશના લાખો કરદાતાઓને મોટી રાહત આપવાની જાહેરાત કરી છે. નાણામંત્રીએ આવકવેરા સ્લેબમાં ફેરફાર કરીને આવકવેરાદાતાઓને રાહત આપવાની જાહેરાત કરી છે. બજેટ ભાષણમાં નાણામંત્રીએ કહ્યું કે નવા ટેક્સ પ્રણાલીમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન 50 હજાર રૂપિયાથી વધારીને 75 હજાર રૂપિયા કરવામાં આવશે. આ સાથે ટેક્સ માળખામાં પણ ફેરફાર કરવામાં આવશે.