Budget 2023: કેન્દ્રએ 1 ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2023-24માં તેની પ્રાદેશિક એર કનેક્ટિવિટી સ્કીમ માટે બજેટરી ફાળવણીમાં વધારો કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આ માટે બજેટમાં 500 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. નિર્મલા સીતારમણ દ્વારા બુધવારે રજૂ કરાયેલા 2023-24ના બજેટમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલય માટે રૂ. 3,113.36 કરોડ ફાળવવામાં આવ્યા છે. જેમાં આવકમાંથી રૂ. 3,026.70 કરોડ અને મૂડીમાંથી રૂ. 86.66 કરોડનો સમાવેશ થાય છે.