Budget 2023 : કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે આજે KYC અંગે મોટી રાહત આપી છે. કેવાયસી પ્રક્રિયાને સરળ બનાવવા માટે, તેઓએ પદ્ધતિમાં જ ફેરફાર કર્યો છે. અત્યાર સુધી દરેકની KYC એક જ રીતે કરવામાં આવતી હતી પરંતુ હવે ટૂંક સમયમાં જોખમ આધારિત KYC થશે. નાણામંત્રીએ તેમના બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે નાણાકીય ક્ષેત્રના તમામ નિયમનકારોને ડિજિટલ ઈન્ડિયાની જરૂરિયાતો અનુસાર KYC સિસ્ટમ વિકસાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.