Budget 2024 Expectation: બજેટ ચર્ચાઓથી વાકેફ બે લોકોએ મનીકંટ્રોલને જણાવ્યું કે પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક રકમ વધીને 12,000 રૂપિયા થઈ શકે છે. હાલમાં, તમામ જમીનધારક ખેડૂતોને ત્રણ સમાન હપ્તામાં દર વર્ષે 6,000 રૂપિયાની સહાય મળે છે. હવે સરકાર તેને વધારીને 12,000 રૂપિયા પ્રતિ વર્ષ કરી શકે છે. આ સિવાય ત્રિમાસિક ચુકવણીને બદલે દર મહિને 1000 રૂપિયા રોકડ આપવાની તૈયારી છે.

