Budget 2024: આગામી બજેટ માટે સરકારની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. સરકાર સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા પર જોર આપી શકે છે. સરકાર દેશના દરેક જિલ્લામાં મજબૂત સ્ટાર્ટઅપ બનાવવાનો પ્રયાસ કરી રહી છે, આ સંદર્ભમાં મોટી જાહેરાત થવાની શક્યતા છે. સીએનબીસી બજારના એક્સક્લુઝિવ સમાચાર અનુસાર, સરકાર દ્વારા આર્થિક મદદ માટે વધારાનું ફંડ બહાર પાડવામાં આવી શકે છે.