Asim Munir Trump gift: ભારતના ઓપરેશન સિંદૂરમાં મોટી હાર મળ્યા પછી પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ આસિમ મુનીર અમેરિકાના ચક્કરો લગાવી રહ્યા છે, પણ આ વખતે તેમની વ્હાઇટ હાઉસ વિઝિટ પાકિસ્તાની પોતાના સાંસદને જ ગળા ના ઉતરી. અવામી નેશનલ પાર્ટીના સિનિયર લીડર અને સેનેટર એઇમલ વલી ખાને પાર્લામેન્ટમાં આસિમ મુનીર પર તીખો પ્રહાર કર્યા અને તેમને 'સેલ્સમેન' તરીકે રજૂ કરીને ટ્રમ્પને રેર એર્થ મિનેરલ્સનું ગિફ્ટ આપવાની કાર્યવાહીને 'ડ્રામા' કહ્યું.