ભારતની સૌથી મોટી IT કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસેઝ (TCS) પર પુણેમાં લગભગ 2,500 કર્મચારીઓને રાજીનામું આપવા માટે દબાણ કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે. IT કર્મચારીઓના સંગઠન નેસન્ટ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એમ્પ્લોઇઝ સિનેટ (NITES) એ આ મુદ્દે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી છે. NITESના પ્રમુખ હરપ્રીત સિંહ સલૂજાએ જણાવ્યું કે, કેન્દ્રીય શ્રમ મંત્રાલયે આ મામલે મહારાષ્ટ્રના શ્રમ સચિવને જરૂરી કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે, પરંતુ હજુ સુધી પરિસ્થિતિ વધુ ગંભીર બની છે.