Budget 2024: કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે 22 જૂને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નાણા પ્રધાનો સાથે એક મહત્વપૂર્ણ પૂર્વ-બજેટ પરામર્શ બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠકનો હેતુ આગામી બજેટ માટે રાજ્યો પાસેથી સૂચનો લેવાનો હતો. નાણામંત્રીએ મંત્રીઓને ખાતરી આપી કે આગામી નાણાકીય વર્ષ માટે કેન્દ્રીય બજેટ તૈયાર કરતી વખતે તેમની ભલામણો પર વિચાર કરવામાં આવશે. આગામી કેન્દ્રીય બજેટમાં સમાવવા માટેની ઘણી ભલામણો ઉપરાંત, તેમના સંબંધિત રાજ્યોને લગતા મુદ્દાઓ બેઠકમાં આગળ મૂકવામાં આવ્યો હતો.