વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે જાણીતા અર્થશાસ્ત્રીઓને મળશે અને આગામી બજેટ માટે તેમના મંતવ્યો અને સૂચનો સાંભળશે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ આ માહિતી આપી. કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ 23 જુલાઈના રોજ લોકસભામાં નાણાકીય વર્ષ 2024-25નું સંપૂર્ણ બજેટ રજૂ કરી શકે છે. અર્થશાસ્ત્રીઓ અને પ્રાદેશિક નિષ્ણાતો ઉપરાંત, નીતિ આયોગના ઉપાધ્યક્ષ સુમન બેરી અને અન્ય સભ્યો પણ વડા પ્રધાનની બેઠકમાં ભાગ લેશે. મોદી સરકારના ત્રીજા કાર્યકાળનો આ પહેલો મોટો આર્થિક દસ્તાવેજ હશે, જે અન્ય બાબતોની સાથે 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટેના રોડમેપની રૂપરેખા આપે તેવી અપેક્ષા છે.