Budget 2025-2026: સામાન્ય બજેટ દર વર્ષે 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવે છે. વર્ષ 2025માં 1લી ફેબ્રુઆરી શનિવાર છે. સામાન્ય રીતે શનિવાર અને રવિવારના દિવસે શેરબજારમાં રજા હોય છે અને કોઈ ટ્રેડિંગ થતું નથી. પરંતુ આ વર્ષે, શનિવાર હોવા છતાં, લોકલ શેરબજારના મુખ્ય બજારો, નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)માં ટ્રેડિંગ થશે. બંને એક્સચેન્જ સામાન્ય ટ્રેડિંગ માટે રાબેતા મુજબ સવારે 9:15 થી બપોરે 3:30 વાગ્યા સુધી ખુલ્લા રહેશે.