Get App

Budget 2025: PLI સ્કીમ અન્ય સેક્ટર તરફ વધારવા પર ફોકસ રાખવું જોઈએ- મિહિર વોરા

મિહિર વોરાનું માનવું છે કે USમાં ચીન પરના ટેરિફની અસર ભારત પર આવશે. ચીન US નિકાસ નહીં કરી શકે તો ભારતમાં ડમ્પિંગ વધશે. આ માટે સરકાર દ્વારા એન્ટી ડમ્પિંગ ડ્યૂટી વધારવી જોઈએ. મ્યુચ્યુઅલ ફંડમાં ફિક્સ ઈન્કમ સ્કીમ પરના ટેક્સમાં રાહતની આશા છે. ડોલર ટ્રેડ હવે ઓછો થઈ રહ્યો છે.

MoneyControl Newsઅપડેટેડ Jan 22, 2025 પર 3:37 PM
Budget 2025: PLI સ્કીમ અન્ય સેક્ટર તરફ વધારવા પર ફોકસ રાખવું જોઈએ- મિહિર વોરાBudget 2025: PLI સ્કીમ અન્ય સેક્ટર તરફ વધારવા પર ફોકસ રાખવું જોઈએ- મિહિર વોરા
આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું ટ્રસ્ટ મ્યુચ્યુઅલ ફંડના CIO મિહિર વોરા પાસેથી.

મિહિર વોરાનું કહેવુ છે કે બજારમાં ખરાબ સમાચાર ન આવે તે જ સારી વાત હશે. GSTને કારણે પરોક્ષ ટેક્સનું આકર્ષણ ઘટ્યું છે. બજેટમાં કન્ઝમ્પશન સ્ટિમ્યુલસ આપવાની જરૂર છે. ગ્રામિણ ખપત સુધરી તો શહેરી ખપત ઘટી છે. કન્ઝમ્પશન વધારવા માટે ટેક્સમાં રાહત આપવી જોઈએ.

મિહિર વોરાના મતે ટેક્સમાં રાહત આપશે તો કન્ઝમ્પશન વધશે. સરકારે કેપિટલ એક્સપેન્ડીચર વધાર્યો, પણ એટલો ખર્ચ નથી થયો. 11 લાખ કરોડનો કેપેક્સનો લક્ષ્ય સરકાર ચૂકે તેવી શક્યતા. PLI સ્કીમ અન્ય સેક્ટર તરફ વધારવા પર ફોકસ રાખવું જોઈએ.

Jana Small Finance Bank માં સકારાત્મક મેનેજમેન્ટની કોમેંટ્રીથી સ્ટૉકમાં આવ્યો 20% ઉછાળો

મિહિર વોરાનું માનવું છે કે USમાં ચીન પરના ટેરિફની અસર ભારત પર આવશે. ચીન US નિકાસ નહીં કરી શકે તો ભારતમાં ડમ્પિંગ વધશે. આ માટે સરકાર દ્વારા એન્ટી ડમ્પિંગ ડ્યૂટી વધારવી જોઈએ. મ્યુચ્યુઅલ ફંડમાં ફિક્સ ઈન્કમ સ્કીમ પરના ટેક્સમાં રાહતની આશા છે. ડોલર ટ્રેડ હવે ઓછો થઈ રહ્યો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો