Budget for Senior Citizens: કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે બજેટમાં મિડિલ ક્લાસને મોટી રાહત તો આપી જ છે. સાથે જ વૃદ્ઘોને તો એકસ્ટ્રા રાહત આપી છે. નાણામંત્રીએ વૃદ્ઘો માટે વ્યાજ પર ટીડીએસની લિમિટને બમણી કરી દીધી છે એટલે કે પહેલા 50 હજાર રૂપિયા સુધીના વ્યાજ પર જ ટીડીએસ ન હતો કપાતો પરંતુ હવે આ લિમિટ 1 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે એટલે કે હવે તેને 1 લાખ રૂપિયા સુધીના વ્યાજથી આવક પર ટીડીએસથી જોડાયેલ પેપર વર્કમાં મોટી રાહત મળી જશે.

