Budget 2025: સામાન્ય બજેટની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ સંસદમાં સામાન્ય બજેટ રજૂ કરશે. દરમિયાન, નાણામંત્રી સાથે ઉદ્યોગ સંસ્થાઓ અને મજૂર સંગઠનોની બેઠકો યોજવામાં આવી રહી છે. આમાં દરેક સંગઠન પોતપોતાની તરફથી માંગણીઓ આગળ ધપાવે છે. આ સીરીઝમાં મજૂર સંગઠનોએ નાણાકીય વર્ષ 2025-26ના બજેટમાં EPFO હેઠળ મિનિમમ પેન્શનની પાંચ ગણી, 8મા પગાર પંચની તાત્કાલિક રચના અને અત્યંત અમીર લોકો (સુપર રિચ) પર વધુ ટેક્સ લગાવવાની માંગણી કરી છે. જોકે નિષ્ણાતોનું કહેવું છે કે આઠમા પગાર પંચની માંગ પર બજેટમાં કોઈ નિર્ણય લેવામાં આવે તેવી આશા નથી. સરકાર આ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરી ચૂકી છે.