Budget 2024: આપણે બધા ઘર ખરીદવાનું સપનું જોતા હોઈએ છીએ. જો કે, ઘર ખરીદવું એ સરળ કાર્ય નથી. વર્ષોની મહેનત પછી, જ્યારે વ્યક્તિ મૂડી એકઠી કરે છે, ત્યારે તે ઘર ખરીદવા સક્ષમ બને છે. પરંતુ હવે દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2004માં મહિલા ઘર ખરીદનારાઓને મોટી રાહત આપી છે. હવે મહિલાઓના નામે મિલકત ખરીદવા માટે નોંધણી દરમિયાન વસૂલવામાં આવતી સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત આપવાની જાહેરાત કરવામાં આવી છે. નાણામંત્રીએ મહિલાઓના નામની નોંધણી પર સ્ટેમ્પ ડ્યુટીમાં રાહતનો પ્રસ્તાવ મૂક્યો છે. આ સાથે ગરીબોને ઘર ખરીદતી વખતે રજીસ્ટ્રેશન માટે સ્ટેમ્પ ડ્યુટીમાં મોટી રાહત મળી શકશે.