Defence Budget India : કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરી 2025 ના રોજ લોકસભામાં સામાન્ય બજેટ રજૂ કર્યું. આ બજેટમાં સંરક્ષણ ક્ષેત્ર માટે મોટી ફાળવણી કરવામાં આવી છે, જે ભારતની લશ્કરી શક્તિને વધુ મજબૂત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. આ વખતે સંરક્ષણ બજેટ તરીકે કુલ 6.8 લાખ કરોડ રૂપિયા રાખવામાં આવ્યા છે, જે અંદાજિત GDPના 1.91% છે.