Gujarat Budget 2025: ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રની શરુઆત થઈ ચૂકી છે, જેમાં રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ મહત્ત્વની જાહેરાત કરી હતી. આ બજેટમાં પોતાનું ઘર લેવાનું સપનું જોતાં લોકો માટે સારા સમાચાર છે. રાજ્યના નાણામંત્રીએ સરકારી આવાસને વેગ આપવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને રાજ્યના ગરીબો માટે 3 લાખ આવાસ બનાવવાની જાહેરાત કરી છે.