Budget 2025: નાણાકીય વર્ષ 2025-26 માટે બજેટ રજૂ થવાને હવે થોડા જ દિવસો બાકી છે. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2025ના રોજ નાણાકીય વર્ષ 2025-26 માટે દેશનું બજેટ રજૂ કરશે. આ નિર્મલા સીતારમણનું 8મું બજેટ હશે. પીએમ નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડા પ્રધાન બન્યા પછી આ બીજું બજેટ હશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા દેશના સંરક્ષણ ક્ષેત્ર પ્રત્યે ખૂબ જ ગંભીર રહ્યા છે અને આ વખતે પણ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે સરકાર દેશની સુરક્ષાને લઈને કેટલીક મોટી જાહેરાતો કરી શકે છે.