Budget 2025: સ્માર્ટફોન સહિત ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદનોની કિંમતોમાં ઘટાડો થઈ શકે છે. હેન્ડસેટ અને ઈલેક્ટ્રોનિક ગેજેટ્સનું ઉત્પાદન કરતી કંપનીઓએ નાણામંત્રી નિર્મલા સીતારમણને ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સમાં વપરાતા ભાગોના ઈમ્પોર્ટ ટેરિફ સ્ટ્રક્ચરમાં ફેરફાર કરવાની સલાહ આપી છે. તેમણે નાણાં પ્રધાનને PCBA, FPC, કેમેરા મોડ્યુલ્સ અને કનેક્ટર્સ પરની આયાત ડ્યૂટી 2.5 ટકાથી ઘટાડીને શૂન્ય કરવાની સલાહ આપી છે. જો નાણામંત્રી આ સલાહ માની લે તો સ્માર્ટફોન સહિત અનેક ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સની કિંમતો નીચે આવી શકે છે.

