Budget 2024: આ અઠવાડિયે રજૂ થનારા સામાન્ય બજેટમાં નવી પેન્શન સિસ્ટમ અને આયુષ્માન ભારત જેવી સામાજિક સુરક્ષા સંબંધિત યોજનાઓ અંગે કેટલીક જાહેરાતો થઈ શકે છે. જોકે આવકવેરાના મામલામાં રાહતની આશા ઓછી છે. એવું અર્થશાસ્ત્રીઓ કહે છે. તેમનું એમ પણ કહેવું છે કે અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્રામીણ અને કૃષિ ફાળવણીમાં વધારો અને સૂક્ષ્મ અને નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના પગલાં પર ભાર મૂકવાની શક્યતા છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણ 23 જુલાઈ, મંગળવારના રોજ લોકસભામાં સતત સાતમી વખત અને નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની NDA સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ 2024-25નું બજેટ રજૂ કરશે.