Budget 2025: ભારતના રિયલ એસ્ટેટ ઉદ્યોગને આગામી સામાન્ય બજેટ અંગે નાણામંત્રી પાસેથી ઘણી અપેક્ષાઓ છે. ઉદ્યોગને ધિરાણ, કરવેરા અને માળખાગત સુવિધાઓ સંબંધિત મુદ્દાઓને સંબોધવા માટે નીતિગત સ્ટેપની આશા છે, જેનાથી મધ્યમ વર્ગના ઘર ખરીદનારાઓને પણ ફાયદો થઈ શકે છે. ઉદ્યોગને લાગે છે કે જો સરકાર બજેટમાં કેટલાક ખાસ સ્ટેપ લે છે, તો ઘર ખરીદનાર તેમજ ઉદ્યોગને ફાયદો થઈ શકે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ આવતીકાલે એટલે કે 1 ફેબ્રુઆરીના રોજ બજેટ 2025 રજૂ કરશે.