Budget 2025: મોદી 3.O સરકારના બજેટ પર બધાની નજર છે, હવે ગણતરીના દિવસો જ બાકી છે, આવામાં ઘણી ઇન્ડસ્ટ્રીની બજેટથી આશા બનતી હોય છે, નોન એગ્રી કૉમોડિટીમાંનુ એક સેક્ટર જેમ્સ એન્ડ જ્વેલરી. આ સેક્ટરની પણ બજેટથી ઘણી આશા છે, જેમાં સૌથી મહત્વની માગ તેમણે જેમ્સ એન્ડ જ્વેલરી પર GST દર ઘટાડવાની કરી છે, સાથે જ સોનાની કિંમતો જેમ વધી રહી છે, તો આવામાં ગ્રાહકો પર કેવી રીતે ભાર ઓછો થાય તે માટે પણ આ સેક્ટર તરફથી સરકારને અમુક રજૂઆત કરવામાં આવી છે.