Union Budget 2025: બજેટ રજૂ થવા માટે હવે ગણતરીના દિવસો જ બાકી છે. દરમિયાન, અલગ-અલગ ઈંડસ્ટ્રીઝ સરકાર તરફ આશા સાથે જોઈ રહ્યા છે. આ સંદર્ભમાં, કર અને નાણાકીય નિષ્ણાતોએ આગામી સામાન્ય બજેટમાં આરોગ્ય વીમા પ્રીમિયમ પર કર મુક્તિ વ્યક્તિગત કરદાતાઓ માટે 50,000 રૂપિયા અને વરિષ્ઠ નાગરિકો માટે 75,000 રૂપિયા કરવાની માંગ કરી છે. તેમના મતે, સારવારના વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને આની ખૂબ જ જરૂર છે. કેન્દ્ર સરકારે જૂની મુક્તિ કર પ્રણાલીને નિરુત્સાહિત કરવાનો પોતાનો ઇરાદો સ્પષ્ટ કર્યો છે, પરંતુ કરદાતાઓ અને કર નિષ્ણાતો માને છે કે આરોગ્ય વીમા પ્રીમિયમને તેના કાર્યક્ષેત્રની બહાર રાખવું જોઈએ.