Get App

શું બજેટ બાદ પેટ્રોલ અને ડીઝલ થશે સસ્તું, GSTમાં લવાશે? સાથે જાણો હાલ કેવી રીતે કિંમતો થાય છે નક્કી

Budget 2024: દર વર્ષે સામાન્ય લોકોને બજેટ પાસેથી અપેક્ષાઓ હોય છે. આ વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણ મોદી સરકારના ત્રીજા કાર્યકાળના પ્રથમ સામાન્ય બજેટમાં મોટી જાહેરાત કરશે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણ મંગળવારે 23 જુલાઈ, 2024 ના રોજ બજેટ રજૂ કરશે.

MoneyControl Newsઅપડેટેડ Jul 19, 2024 પર 6:16 PM
શું બજેટ બાદ પેટ્રોલ અને ડીઝલ થશે સસ્તું, GSTમાં લવાશે? સાથે જાણો હાલ કેવી રીતે કિંમતો થાય છે નક્કીશું બજેટ બાદ પેટ્રોલ અને ડીઝલ થશે સસ્તું, GSTમાં લવાશે? સાથે જાણો હાલ કેવી રીતે કિંમતો થાય છે નક્કી
શું GSTને કારણે ઈંધણ સસ્તું થઈ શકે છે?

Budget 2024: દર વર્ષે સામાન્ય લોકોને બજેટ પાસેથી અપેક્ષાઓ હોય છે. આ વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણ મોદી સરકારના ત્રીજા કાર્યકાળના પ્રથમ સામાન્ય બજેટમાં મોટી જાહેરાત કરશે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણ મંગળવારે 23 જુલાઈ, 2024 ના રોજ બજેટ રજૂ કરશે. આ વખતે બજેટમાં પેટ્રોલિયમ ઉત્પાદનોને GST એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના દાયરામાં લાવવાની જાહેરાત કરવામાં આવી શકે છે. ઉર્જા ઉદ્યોગના દિગ્ગજોને આશા છે કે મોદી સરકારના ત્રીજા કાર્યકાળના પ્રથમ બજેટમાં નાણામંત્રી પેટ્રોલિયમ ઉત્પાદનોને GSTના દાયરામાં લાવવાની જાહેરાત કરી શકે છે.

પેટ્રોલ અને ડીઝલ GSTના દાયરામાં આવશે?

30 જૂન અને 1 જુલાઈ, 2017ની વચ્ચેની રાત્રે PM નરેન્દ્ર મોદીએ સંસદના સેન્ટ્રલ હોલમાંથી GST લાગુ કરવાની જાહેરાત કરી હતી. GST લાગુ કરવા પાછળ સરકારનો હેતુ વન નેશન વન ટેક્સની નીતિનો અમલ કરવાનો હતો. પરંતુ સાત વર્ષ પછી પણ પેટ્રોલ-ડીઝલ, નેચરલ ગેસ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) જેવી પેટ્રોલિયમ પેદાશોને GSTમાં સ્થાન મળ્યું નથી.

પેટ્રોલ અને ડીઝલ પર વેટ લેવામાં આવે છે

પેટ્રોલિયમ ઉત્પાદનો પર હજુ પણ એક્સાઈઝ ડ્યુટી અને વેટ જેવા કર લાદવામાં આવે છે. જો પેટ્રોલિયમ પેદાશો પરના અલગ-અલગ ટેક્સ દૂર કરવામાં આવે અને માત્ર GST લાગુ કરવામાં આવે તો તેનાથી કિંમતો ઘટી શકે છે. ઉપરાંત વેપારીઓ ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) નો દાવો કરી શકે છે. તેનાથી તેમનો કુલ ખર્ચ પણ ઘટશે.

શું પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટશે?

જો નાણાપ્રધાન નિર્મલા સીતારમણ પેટ્રોલિયમ ઉત્પાદનોને GSTના દાયરામાં લાવવાનો નિર્ણય કરે તો ઉદ્યોગોની સાથે કસ્ટમર્સને પણ રાહત મળી શકે છે. એક્સાઈઝ ડ્યુટી અને વેટને બદલે માત્ર એક જ ટેક્સ GST લાદવાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થશે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારાથી માત્ર ઉદ્યોગ જ નહીં સામાન્ય માણસ પણ પરેશાન છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો