Get App

શેરબજારમાં કડાકા વચ્ચે JP Morganની આ 2 પોર્ટ શેરો પર નજર, રોકાણકારોને મળી શકે છે 35% સુધીનું તગડું રિટર્ન

Stocks to Buy: શેરબજારમાં ઘટાડા વચ્ચે વિદેશી બ્રોકરેજ ફર્મ JP Morgan એ Adani Ports અને JSW Infrastructureના શેર ખરીદવાની સલાહ આપી છે. રોકાણકારોને 35% સુધીનું રિટર્ન મળી શકે છે. જાણો શું છે નવો ટાર્ગેટ પ્રાઇસ.

MoneyControl Newsઅપડેટેડ Mar 05, 2026 પર 10:20 AM
શેરબજારમાં કડાકા વચ્ચે JP Morganની આ 2 પોર્ટ શેરો પર નજર, રોકાણકારોને મળી શકે છે 35% સુધીનું તગડું રિટર્નશેરબજારમાં કડાકા વચ્ચે JP Morganની આ 2 પોર્ટ શેરો પર નજર, રોકાણકારોને મળી શકે છે 35% સુધીનું તગડું રિટર્ન
Stocks to Buy: શેરબજારમાં ઘટાડા વચ્ચે વિદેશી બ્રોકરેજ ફર્મ JP Morgan એ Adani Ports અને JSW Infrastructureના શેર ખરીદવાની સલાહ આપી છે.

Stocks to Buy: અત્યારે શેરબજારમાં ભારે ઉથલપાથલ અને ચોતરફ વેચવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે, આવા મુશ્કેલ સમયે પણ વિદેશી બ્રોકરેજ ફર્મ JP Morgan ભારતનાં પોર્ટ અને લોજિસ્ટિક્સ સેક્ટરને લઈને ખૂબ જ પોઝિટિવ છે. બ્રોકરેજ ફર્મે બે મોટા શેરો - અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (Adani Ports & SEZ) અને જેએસડબ્લ્યુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (JSW Infrastructure) પર પોતાનું કવરેજ શરૂ કર્યું છે. ફર્મનું માનવું છે કે આ બંને શેરમાં ભવિષ્યમાં જોરદાર તેજી આવી શકે છે.

Adani Portsના શેર માટે 1944 રૂપિયાનો ટાર્ગેટ

JP Morgan એ અદાણી પોર્ટ્સના શેરને બાય (ખરીદવા) માટે ‘Overweight' રેટિંગ આપ્યું છે. આ શેર માટે તેમણે 1944 રૂપિયાનો નવો ટાર્ગેટ ભાવ નક્કી કર્યો છે. બુધવારના બંધ ભાવ (1436.60 રૂપિયા) સાથે સરખામણી કરીએ તો આ શેરમાં 35 ટકા જેટલી ભમ્પર તેજી જોવા મળી શકે છે.

ગ્રોથનું કારણ: રિપોર્ટ મુજબ, કંપનીનો મોટો માર્કેટ શેર, લોજિસ્ટિક્સ બિઝનેસનો ઝડપી વ્યાપ અને આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સ ભવિષ્યમાં કંપનીને મોટો ફાયદો કરાવશે.

નાણાકીય અંદાજ: નાણાકીય વર્ષ 2025 થી 2028 વચ્ચે કંપનીની આવક 17%, EBITDA 15% અને ચોખ્ખો નફો 16% ના ચક્રવૃદ્ધિ દરે (CAGR) વધવાની ધારણા છે.

JSW Infrastructure પણ આપશે મજબૂત રિટર્ન

બ્રોકરેજ ફર્મે જેએસડબ્લ્યુ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ ‘Overweight' રેટિંગ આપીને રોકાણકારોને ખુશ કર્યા છે. આ શેર માટે 310 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે, જે તેના બુધવારના બંધ ભાવ (245.20 રૂપિયા) કરતા લગભગ 26 ટકાનો ઉછાળો દર્શાવે છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો