Dr Reddy's લેબોરેટરીઝ અને Ciplaના શેરની સ્ટોરી રસપ્રદ છે. વિશ્લેષકો આ બંને શેરોમાં સારા ગ્રોથની અપેક્ષા રાખી રહ્યા છે. અહીં, ઇન્વેસ્ટર્સ બંને શેરોમાં નફો બુક કરી રહ્યા છે. છેલ્લા બે વર્ષમાં આ શેરોમાં સારો ગ્રોથ જોવા મળ્યો હતો. પરંતુ, પ્રોફિટ બુકિંગના કારણે બંને શેર તેમના રેકોર્ડ હાઈથી ઘણા નીચે આવી ગયા છે. આ શેરો ઓગસ્ટમાં ઓલટાઇમ હાઇએ પહોંચી ગયા હતા. વિશ્લેષકો કહે છે કે બંને કંપનીઓના ફંડામેન્ટલ્સ મજબૂત છે.