ભારતમાં આઇફોનનું ઉત્પાદન વધારવાની Appleની યોજનાને મોટો ઝટકો લાગ્યો છે. Foxconnએ ભારતમાં તેની ફેક્ટરીમાંથી 300થી વધુ એન્જિનિયરો અને ટેકનિશિયનોને ચીન પાછા મોકલ્યા છે. સૂત્રો કહે છે કે, આનાથી ભારત અંગે Appleની યોજનામાં મોટો અવરોધ આવી શકે છે. આનાથી Appleની આગામી આઇફોન 17 શ્રેણીની નિકાસ યોજના પર પણ અસર પડી શકે છે. Foxconnએ આ પગલું એવા સમયે લીધું છે જ્યારે ચીન પહેલાથી જ રેર અર્થ મિનરલ્સના સપ્લાયમાં અવરોધો ઉભા કરી રહ્યું છે. ભારતમાં આઇફોનના ઉત્પાદન માટે રેર અર્થ મિનરલ્સનો સપ્લાય જરૂરી છે.