Get App

Atul Auto Share Price: વિજય કેડિયાના રોકાણ વાળી આ કંપનીને મળ્યો 490 કરોડનો મોટો ઓર્ડર, શેરના ભાવમાં આવ્યો રોકેટ જેવો ઉછાળો

Atul Auto Share Price: અતુલ ઓટોને એક્સપોનન્ટ એનર્જી તરફથી 15,000 ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલરનો 490.5 કરોડનો ઓર્ડર મળ્યો છે. શેરબજારમાં ઘટાડા વચ્ચે પણ આ શેર 10% જેટલો ઉછળ્યો છે. જાણો વિગતવાર.

MoneyControl Newsઅપડેટેડ Apr 24, 2026 પર 1:44 PM
Atul Auto Share Price: વિજય કેડિયાના રોકાણ વાળી આ કંપનીને મળ્યો 490 કરોડનો મોટો ઓર્ડર, શેરના ભાવમાં આવ્યો રોકેટ જેવો ઉછાળોAtul Auto Share Price: વિજય કેડિયાના રોકાણ વાળી આ કંપનીને મળ્યો 490 કરોડનો મોટો ઓર્ડર, શેરના ભાવમાં આવ્યો રોકેટ જેવો ઉછાળો
Atul Auto Share Price: અતુલ ઓટોને એક્સપોનન્ટ એનર્જી તરફથી 15,000 ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલરનો 490.5 કરોડનો ઓર્ડર મળ્યો છે.

Atul Auto Share Price: ભારતીય શેરબજારમાં જ્યારે ભારે વેચવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે થ્રી-વ્હીલર બનાવતી દિગ્ગજ કંપની Atul Autoના શેરમાં જોરદાર તેજી જોવા મળી છે. કંપનીને મળેલો એક મોટો ઓર્ડર આ તેજી પાછળનું મુખ્ય કારણ માનવામાં આવે છે. ખાસ વાત એ છે કે આ કંપનીમાં દિગ્ગજ રોકાણકાર વિજય કેડિયાએ પણ મોટું રોકાણ કર્યું છે.

490.5 કરોડનો મોટો ઓર્ડર મળ્યો

અતુલ ઓટોએ શેરબજારને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે, તેને ‘એક્સપોનન્ટ એનર્જી પ્રાઇવેટ લિમિટેડ' (Exponent Energy) તરફથી 15,000 ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર્સની સપ્લાય માટેનો મોટો ઓર્ડર મળ્યો છે. આ આખો ઓર્ડર આશરે 490.5 કરોડ રૂપિયાનો છે, જેને આગામી 3 વર્ષમાં પૂરો કરવાનો રહેશે. સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓથોરિટીની મંજૂરી બાદ આ સમયગાળામાં વધારાના 6 મહિનાની છૂટ મળી શકે છે.

શેરના ભાવમાં મોટો ઉછાળો

આ સમાચાર આવતાની સાથે જ 24 એપ્રિલના રોજ અતુલ ઓટોના શેર પર રોકાણકારો તૂટી પડ્યા હતા. એક તબક્કે શેરનો ભાવ 10% જેટલો વધી ગયો હતો. બપોરે 12 વાગ્યાની આસપાસ શેર 6.45% ના વધારા સાથે 506 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો. છેલ્લા એક મહિનામાં આ શેરે તેના રોકાણકારોને આશરે 22% જેટલું વળતર આપ્યું છે અને હવે તે તેના 52-વીક હાઈ (554 રૂપિયા) ની નજીક પહોંચી ગયો છે.

એક્સપોનન્ટ એનર્જી સાથે ભાગીદારીની વિગતો

આ પ્રોજેક્ટમાં અતુલ ઓટો ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર (OEM) તરીકે કામ કરશે. આ વાહનોની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે:

બધા સમાચાર

+ વધુુ વાંચો