Bajaj Finance Share Price: નોન-બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની (NBFC) બજાજ ફાઇનાન્સના શેરધારકો માટે અત્યંત સારા સમાચાર છે. કંપનીના જૂન ક્વાર્ટરના શાનદાર ત્રિમાસિક પરિણામો (Q1 Results) બાદ 31 જુલાઈના રોજ શેરમાં ભારે ખરીદી જોવા મળી હતી. શરૂઆતી કારોબારમાં જ કંપનીનો શેર 7% ઉછળીને 1,128.80 રૂપિયાની ઊંચી સપાટીએ પહોંચી ગયો હતો. આ જબરદસ્ત તેજીના કારણે કંપનીનું કુલ માર્કેટ કેપ (Market Cap) 7 લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયું છે.

