Get App

Thermax Share Price: Q1ના નિરાશાજનક પરિણામોથી શેરમાં 15% નો કડાકો, રોકાણકારોને મોટો ફટકો

કેપિટલ ગુડ્સ સેક્ટરની જાણીતી કંપની થર્મેક્સના Q1 પરિણામો અત્યંત નબળા રહેતા શેરમાં 15% નો મોટો ઘટાડો નોંધાયો છે. જાણો કંપનીના નફા, આવક અને મેનેજમેન્ટની લેટેસ્ટ ગાઇડન્સ વિશેની સંપૂર્ણ માહિતી.

MoneyControl Newsઅપડેટેડ Jul 31, 2026 પર 11:39 AM
Thermax Share Price: Q1ના નિરાશાજનક પરિણામોથી શેરમાં 15% નો કડાકો, રોકાણકારોને મોટો ફટકોThermax Share Price: Q1ના નિરાશાજનક પરિણામોથી શેરમાં 15% નો કડાકો, રોકાણકારોને મોટો ફટકો
આ નબળા પરિણામો વચ્ચે એક જ રાહતના સમાચાર છે કે કંપનીના નવા ઓર્ડરમાં 2 ટકાનો વધારો જોવા મળ્યો છે. નવો ઓર્ડર ઇનફ્લો ગયા વર્ષના 2,748 કરોડથી વધીને 2,809 કરોડ રૂપિયા રહ્યો છે.

Thermax Share Price: શેરબજારમાં કમાણીની સાથે સાથે નુકસાનનું જોખમ પણ સતત રહેલું છે. તાજેતરમાં કેપિટલ ગુડ્સ સેક્ટરની મોટી કંપની થર્મેક્સના રોકાણકારોને આવો જ મોટો ઝટકો લાગ્યો છે. કંપનીના જૂન ક્વાર્ટરના પરિણામો અત્યંત નબળા આવતા આજે આ શેરમાં 15 ટકાનો મોટો કડાકો બોલી ગયો હતો. આ ભારે વેચવાલી પાછળનું મુખ્ય કારણ બજારની અપેક્ષા કરતા નિરાશાજનક નાણાકીય આંકડા છે.

કેવા રહ્યા Q1 ના પરિણામો?

થર્મેક્સના તાજેતરના નાણાકીય પરિણામો રોકાણકારોની અપેક્ષા મુજબના રહ્યા નથી. ચાલો તેના આંકડાઓ પર નજર કરીએ,,કંપનીનો નફો માત્ર 25.24 કરોડ રૂપિયા રહ્યો છે. બજારને 151 કરોડ રૂપિયાના નફાની આશા હતી, જેના કરતા આ આંકડો 83.28 ટકા ઓછો છે. ગયા વર્ષે આ જ ગાળામાં કંપનીએ 152.4 કરોડ રૂપિયાનો નફો કર્યો હતો, એટલે કે વાર્ષિક ધોરણે પણ 83.44 ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે.

ઓપરેશનમાંથી થતી આવક 2,303 કરોડ રૂપિયા રહી છે. જોકે આ ગયા વર્ષના 2,157 કરોડ રૂપિયા કરતા 6.77 ટકા વધારે છે, પરંતુ બજારના 2,433 કરોડના અંદાજ કરતા 5.34 ટકા ઓછી છે. કંપનીનો EBITDA (વ્યાજ અને ટેક્સ પહેલાની કમાણી) સીધો ઘટીને 69.5 કરોડ રૂપિયા થઈ ગયો છે. ગયા વર્ષે આ આંકડો 224.8 કરોડ રૂપિયા હતો. આ ઉપરાંત, કંપનીનું માર્જિન 10.42 ટકાથી ઘટીને સીધું 3.02 ટકા પર આવી ગયું છે, જ્યારે બજારને 9 ટકા માર્જિનની અપેક્ષા હતી.

ઓર્ડર બુકમાં થયો વધારો

આ નબળા પરિણામો વચ્ચે એક જ રાહતના સમાચાર છે કે કંપનીના નવા ઓર્ડરમાં 2 ટકાનો વધારો જોવા મળ્યો છે. નવો ઓર્ડર ઇનફ્લો ગયા વર્ષના 2,748 કરોડથી વધીને 2,809 કરોડ રૂપિયા રહ્યો છે. 30 જૂન સુધીમાં કંપનીની કુલ ઓર્ડર બુક 23 ટકાના ઉછાળા સાથે 14,045 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.

મેનેજમેન્ટે શું કારણો આપ્યા?

બધા સમાચાર

+ વધુુ વાંચો