CEAT share price: 9 ડિસેમ્બરે ટાયર અને રબર પ્રોડક્ટ્સ કંપની CEATના સ્ટોકની ભારે ખરીદી જોવા મળી હતી. જેના કારણે ભાવ 12 ટકા વધીને રુપિયા 3466.40ની ઊંચી સપાટીએ પહોંચી ગયો છે. આ સ્ટોક માટે 52 સપ્તાહની નવી ઊંચી સપાટી છે. કંપનીએ શુક્રવાર, ડિસેમ્બર 6ના રોજ જણાવ્યું હતું કે તેણે મિશેલિન ગ્રૂપ પાસેથી કેમસો બ્રાન્ડના ઑફ-હાઈવે બાંધકામ સાધનો બાયસ ટાયર અને ટ્રેક્સ બિઝનેસ ખરીદવા માટે એક નિશ્ચિત કરાર કર્યો છે. ખરીદી એક અથવા વધુ નવી સમાવિષ્ટ પેટાકંપનીઓ દ્વારા કરવામાં આવશે. આ લગભગ $225 મિલિયનની કિંમતનો તમામ રોકડ સોદો હશે.