અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઐતિહાસિક જીત બાદ, 13 નવેમ્બરે સત્તાના હસ્તાંતરણ બાદ ડોનાલ્ડ ટ્રમ્પની વ્હાઇટ હાઉસમાં બીજી ઇનિંગ શરૂ થશે. ટ્રમ્પની નવી ઈનિંગમાં અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધો સુધરશે કે બગડશે તેની ચર્ચા શરૂ થઈ ગઈ છે. મૂડીઝનો રિપોર્ટ દર્શાવે છે કે વિશ્વના સૌથી શક્તિશાળી દેશમાં સત્તા પરિવર્તનથી ભારતના અર્થતંત્રને ઘણો ફાયદો થઈ શકે છે. રેટિંગ એજન્સીનું એવું પણ માનવું છે કે ટ્રમ્પના આવવાથી અમેરિકા અને ચીન વચ્ચે તણાવ વધી શકે છે.