Get App

FMCG Price Hikes: ફરી મોંઘવારીનો માર- તેલ, સાબુ અને ચોકલેટ થશે મોંઘા, Britannia અને HUL સહિત 6 મોટી કંપનીઓની છે આ તૈયારી

શું તમારા રોજના વપરાશની વસ્તુઓ મોંઘી થવા જઈ રહી છે? Britannia, HUL, Dabur અને Godrej સહિત 6 મોટી FMCG કંપનીઓ પ્રોડક્ટ્સના ભાવ વધારવાની તૈયારીમાં છે. જાણો શું છે કારણ અને તમારા ખિસ્સા પર કેવી પડશે અસર.

MoneyControl Newsઅપડેટેડ Aug 09, 2026 પર 5:44 PM
FMCG Price Hikes: ફરી મોંઘવારીનો માર- તેલ, સાબુ અને ચોકલેટ થશે મોંઘા, Britannia અને HUL સહિત 6 મોટી કંપનીઓની છે આ તૈયારીFMCG Price Hikes: ફરી મોંઘવારીનો માર- તેલ, સાબુ અને ચોકલેટ થશે મોંઘા, Britannia અને HUL સહિત 6 મોટી કંપનીઓની છે આ તૈયારી
માર્જિન બચાવવા માટે કંપનીઓ સીધા ભાવ વધારવાની સાથે સાથે 'શ્રિંકફ્લેશન' નો પણ સહારો લઈ રહી છે. શ્રિંકફ્લેશન એટલે એવી ચાલાકી જેમાં પ્રોડક્ટનો ભાવ એ જ રાખવામાં આવે છે, પરંતુ પેકેટની અંદર આવતા સામાનનું વજન ઘટાડી દેવામાં આવે છે.

FMCG Price Hikes: એફએમસીજી સેક્ટરની દિગ્ગજ કંપનીઓ પોતાના ગ્રાહકોને મોંઘવારીનો વધુ એક ઝટકો આપવાની તૈયારી કરી રહી છે. આ જ ક્વાર્ટરમાં રોજિંદા વપરાશની વસ્તુઓ જેવી કે સાબુ, તેલ, બિસ્કિટ અને ચોકલેટના ભાવ વધી શકે છે. કાચા માલની વધતી કિંમતો અને જિયો-પોલિટિકલ અસ્થિરતાના કારણે કંપનીઓના પ્રોફિટ માર્જિન પર ભારે દબાણ જોવા મળી રહ્યું છે.

જોકે, ન્યૂઝ એજન્સી પીટીઆઈના રિપોર્ટ અનુસાર, બજારમાં હજુ પણ વસ્તુઓની માંગ સારી છે અને કંપનીઓ તેને લઈને પોઝિટિવ છે. બજારમાં પ્રીમિયમ પ્રોડક્ટ્સનું વેચાણ વધી રહ્યું છે, જેનાથી કંપનીઓના રેવન્યુ ગ્રોથમાં સુધારો જોવા મળ્યો છે. અગાઉ જૂન ક્વાર્ટરમાં પણ FMCG સેક્ટરે સરેરાશ 2 થી 5 ટકાનો ભાવ વધારો ઝીંક્યો હતો.

શું છે શ્રિંકફ્લેશનની રણનીતિ?

માર્જિન બચાવવા માટે કંપનીઓ સીધા ભાવ વધારવાની સાથે સાથે 'શ્રિંકફ્લેશન' નો પણ સહારો લઈ રહી છે. શ્રિંકફ્લેશન એટલે એવી ચાલાકી જેમાં પ્રોડક્ટનો ભાવ એ જ રાખવામાં આવે છે, પરંતુ પેકેટની અંદર આવતા સામાનનું વજન ઘટાડી દેવામાં આવે છે. આ ઉપરાંત કંપનીઓ કાચા તેલના ભાવ, મોંઘવારી અને અલ નીનો જેવી આબોહવાની અસરો પર પણ ચાંપતી નજર રાખી રહી છે.

ભાવ વધારા અંગે કઈ કંપનીની શું છે તૈયારી?

Britannia : જાણીતી બેકરી ફૂડ કંપની બ્રિટાનિયા આ ક્વાર્ટરમાં ભાવમાં 1.5 થી 2 ટકાનો વધારો કરી શકે છે. કંપનીના એમડી અને સીઈઓ રક્ષિત હરગવેના જણાવ્યા અનુસાર, ખાંડ અને પામ ઓઈલના ભાવ હજુ પણ ઊંચા છે. આથી ખાસ કરીને 5 અને 10 રૂપિયાના બિસ્કિટના પેકેટમાં શ્રિંકફ્લેશન જોવા મળી શકે છે. જૂન ક્વાર્ટરમાં શ્રિંકફ્લેશનની અસર 1 ટકા જેટલી હતી, પરંતુ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 1.5 થી 2.0 ટકા સુધીનો વધારાનો બોજ ગ્રાહકો પર પડી શકે છે.

Godrej Consumer Products : આ કંપનીએ જૂન ક્વાર્ટરમાં સરેરાશ 5 ટકા જેટલા ભાવ વધાર્યા હતા. કંપનીના સીઈઓ સુધીર સીતાપતિના મતે, તેમના મોટાભાગના કાચા માલનો ભાવ ક્રૂડ ઓઈલ (કાચા તેલ) સાથે જોડાયેલો છે. હાલ ક્રૂડ ઓઈલ 80-85 ડોલર પ્રતિ બેરલની આસપાસ છે. આથી કંપની હજુ બજારની સ્થિતિ સ્પષ્ટ થવાની રાહ જોઈ રહી છે અને હાલ પૂરતો કોઈ મોટો ભાવ વધારો નહીં કરે.

બધા સમાચાર

+ વધુુ વાંચો