Get App

HAL Share Price: રેવન્યુ ગ્રોથ ઓછો હોવા છતાં HALના શેરમાં 5%નો જબરદસ્ત ઉછાળો, જાણો આ તેજી પાછળનું સાચું કારણ

HAL Share Price: એચએએલ (HAL) નો રેવન્યુ ગ્રોથ અંદાજ કરતા ઓછો હોવા છતાં શેરમાં 5% નો મોટો ઉછાળો આવ્યો છે. જાણો શું છે આ તેજીનું સાચું કારણ અને કંપનીની ઓર્ડર બુકની લેટેસ્ટ સ્થિતિ.

MoneyControl Newsઅપડેટેડ Apr 01, 2026 પર 11:39 AM
HAL Share Price: રેવન્યુ ગ્રોથ ઓછો હોવા છતાં HALના શેરમાં 5%નો જબરદસ્ત ઉછાળો, જાણો આ તેજી પાછળનું સાચું કારણHAL Share Price: રેવન્યુ ગ્રોથ ઓછો હોવા છતાં HALના શેરમાં 5%નો જબરદસ્ત ઉછાળો, જાણો આ તેજી પાછળનું સાચું કારણ
HAL Share Price: એચએએલ (HAL) નો રેવન્યુ ગ્રોથ અંદાજ કરતા ઓછો હોવા છતાં શેરમાં 5%નો મોટો ઉછાળો આવ્યો છે.

HAL Share Price: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેની લડાઈ 2 થી 3 અઠવાડિયામાં ખતમ થવાના સંકેત આપ્યા છે. આ પોઝિટિવ સમાચારને કારણે દુનિયાભરના શેરબજારોમાં શાનદાર તેજી જોવા મળી રહી છે. આ ઉત્સાહિત માહોલમાં ડિફેન્સ સેક્ટરની દિગ્ગજ કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)નો શેર પણ પાછળ રહ્યો નથી. નાણાકીય વર્ષ 2026 માટે કંપનીનો રેવન્યુ ગ્રોથ અંદાજ કરતા ઓછો રહ્યો હોવા છતાં, HAL ના શેરમાં 5%થી વધુનો જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે.

શેર બજારમાં HALનું શાનદાર પ્રદર્શન

આજે માર્કેટ ખુલતા જ HALના શેરમાં ભારે ખરીદીનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો. ટ્રેડિંગ સેશન દરમિયાન (Intra-day) આ શેર 5.30% ઉછળીને 3671.30 રૂપિયાના સ્તરે પહોંચી ગયો હતો. જોકે, ઊંચા મથાળે કેટલાક રોકાણકારોએ પ્રોફિટ બુકિંગનો ફાયદો ઉઠાવ્યો જેનાથી ભાવ થોડો નીચે આવ્યો હતો. પણ નીચલા સ્તરે ફરી નવી ખરીદી થતા શેરનો ભાવ સચવાઈ ગયો હતો. અત્યારે BSE પર આ શેર 3.78% ના વધારા સાથે 3618.35 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે.

આવક ઘટી છતાં શેર કેમ ઉછળ્યો?

કંપનીએ તાજેતરમાં નાણાકીય વર્ષ 2026ના પ્રોવિઝનલ આંકડા જાહેર કર્યા છે. તે મુજબ કંપનીને 32,250 કરોડ રૂપિયાની આવક થઈ છે, જે વાર્ષિક ધોરણે માત્ર 4% વધુ છે. બજારના નિષ્ણાતો 8-10% ના ગ્રોથની આશા રાખી રહ્યા હતા, જેની સામે આ આંકડો ઘણો ઓછો છે. અગાઉ નાણાકીય વર્ષ 2025 માં કંપનીની આવક 30,981 કરોડ રૂપિયા હતી.

તો પછી શેર કેમ વધ્યો?

તેનું મુખ્ય કારણ એ છે કે, જિયોપોલિટિકલ અને ટેકનિકલ સમસ્યાઓના કારણે સપ્લાય ચેઈન ખોરવાઈ હતી. જેના લીધે હળવા લડાકુ વિમાન (LCA Mk1A) અને HTT-40 ની ડિલિવરીમાં મોડું થયું. પરંતુ કંપનીએ ખૂબ જ સ્માર્ટલી તેની ભરપાઈ અન્ય પ્રોડક્ટ્સ અને સર્વિસિસ, તેમજ ALH હેલિકોપ્ટર, AL31-FP અને RD-33 એન્જિનની ઝડપી ડિલિવરી કરીને કરી દીધી. રોકાણકારોને કંપનીની આ મેનેજમેન્ટ સ્કિલ અને માર્કેટ સ્ટ્રેટેજી ખૂબ પસંદ આવી, જેનાથી શેરને મોટો સપોર્ટ મળ્યો.

બધા સમાચાર

+ વધુુ વાંચો