HCLTech Q2 results: દેશની ત્રીજી સૌથી મોટી IT કંપની HCLTech એ 13 ઓક્ટોબરે તેના સપ્ટેમ્બર ક્વાર્ટર (Q2 FY26) ના પરિણામો જાહેર કર્યા. કંપનીનો ચોખ્ખો નફો ₹4,235 કરોડ હતો, જે લગભગ ગયા વર્ષના સમાન ક્વાર્ટર જેટલો જ હતો. HCLTech એ પ્રતિ શેર ₹12 ના વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી.