HG Infra Engineering: શેર બજારમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરની જાણીતી કંપની HG ઈન્ફ્રા એન્જિનિયરિંગ (HG Infra Engineering)ના શેરમાં 11 માર્ચના રોજ શાનદાર તેજી જોવા મળી છે. સપ્તાહના પહેલા જ દિવસે શરૂઆતી કારોબારમાં કંપનીનો શેર લગભગ 16 ટકા જેટલો ઉછળીને 584.40 રૂપિયાના લેવલ પર પહોંચી ગયો હતો. શેરમાં આવેલી આ તોફાની તેજી પાછળનું મુખ્ય કારણ કંપનીને મળેલો 401.33 કરોડ રૂપિયાનો એક નવો અને મોટો પ્રોજેક્ટ છે.

