West Asia Crisis: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી કટોકટીની સીધી અસર હવે ભારતના વેપાર-ઉદ્યોગ પર પણ જોવા મળી રહી છે. ખાસ કરીને ચામડા (Leather) અને પગરખાં (Footwear) ઉદ્યોગમાં કાચા માલના ભાવમાં 40 થી 60 ટકા જેટલો ધરખમ વધારો થયો છે. આ સ્થિતિમાં ઉદ્યોગ જગતે સરકાર પાસે સિન્થેટિક લેધર, મેટલ એક્સેસરીઝ, મશીનરી અને કેમિકલ્સ જેવા પાયાના કાચા માલ પરની આયાત જકાત (Import Duty) માં છૂટછાટ આપવાની માંગ કરી છે.

