Get App

ભારતીય અર્થવ્યવસ્થાની હરણફાળ: IMFએ GDP ગ્રોથનું અનુમાન વધારીને 7.3% કર્યું, જાણો શું છે મુખ્ય કારણ

IMFએ ભારતના GDP ગ્રોથનું અનુમાન વધારીને 7.3% કર્યું છે. જાણો FY26 માટેના આ નવા અંદાજ પાછળના કારણો, મોંઘવારી પર સારા સમાચાર અને રેટિંગ એજન્સી મૂડીઝનો લેટેસ્ટ રિપોર્ટ...

MoneyControl Newsઅપડેટેડ Jan 19, 2026 પર 6:23 PM
ભારતીય અર્થવ્યવસ્થાની હરણફાળ: IMFએ GDP ગ્રોથનું અનુમાન વધારીને 7.3% કર્યું, જાણો શું છે મુખ્ય કારણભારતીય અર્થવ્યવસ્થાની હરણફાળ: IMFએ GDP ગ્રોથનું અનુમાન વધારીને 7.3% કર્યું, જાણો શું છે મુખ્ય કારણ
IMF દ્વારા આ સકારાત્મક ફેરફાર કરવા પાછળનું મુખ્ય કારણ ભારતનું તાજેતરનું પ્રદર્શન છે. ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં અપેક્ષા કરતા વધુ સારા પરિણામો અને ચોથા ક્વાર્ટરમાં જોવા મળેલી મજબૂત આર્થિક ગતિને કારણે ગ્રોથ રેટ વધારવામાં આવ્યો છે.

ભારતીય અર્થતંત્ર માટે એક અત્યંત ગૌરવપૂર્ણ અને રાહતના સમાચાર સામે આવ્યા છે. વૈશ્વિક પડકારો વચ્ચે પણ ભારતનો ડંકો વાગી રહ્યો છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ એટલે કે IMFએ નાણાકીય વર્ષ 2025-26 માટે ભારતના જીડીપી ગ્રોથના અનુમાનમાં મોટો વધારો કર્યો છે.

IMFએ હવે અનુમાન લગાવ્યું છે કે ભારતનો વિકાસ દર 7.3 ટકા રહેશે. તમને જણાવી દઈએ કે, અગાઉ ઓક્ટોબર મહિનામાં આ અનુમાન 6.6 ટકા હતું, જેમાં સીધો 0.7 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

શા માટે વધાર્યું અનુમાન?

IMF દ્વારા આ સકારાત્મક ફેરફાર કરવા પાછળનું મુખ્ય કારણ ભારતનું તાજેતરનું પ્રદર્શન છે. ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં અપેક્ષા કરતા વધુ સારા પરિણામો અને ચોથા ક્વાર્ટરમાં જોવા મળેલી મજબૂત આર્થિક ગતિને કારણે ગ્રોથ રેટ વધારવામાં આવ્યો છે.

ભવિષ્યનું ચિત્ર અને મોંઘવારી

જોકે, વર્લ્ડ ઈકોનોમિક આઉટલુક 2026ના રિપોર્ટમાં થોડી સાવચેતી પણ બતાવવામાં આવી છે. FY27 અને FY28માં સાયક્લિકલ ફેક્ટર્સ ઓછા થવાને કારણે ગ્રોથ રેટ ઘટીને 6.4% થઈ શકે છે. રાહતના સમાચાર એ છે કે 2025માં ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ ઘટવાથી મોંઘવારી ટાર્ગેટ લેવલ પર આવી શકે છે.

ગ્લોબલ વોર્નિંગ અને મૂડીઝનો રિપોર્ટ

બધા સમાચાર

+ વધુુ વાંચો