Get App

GDP Growth: FY26માં ભારતની GDP ગ્રોથ 7.7% રહ્યો, જાણો ચોથા ક્વાર્ટરના આંકડા અને RBIનું નવું અનુમાન

સ્ટેટિસ્ટિક્સ મિનિસ્ટ્રીએ નાણાકીય વર્ષ 2025-26 ના GDP આંકડા જાહેર કર્યા છે. ભારતનો ગ્રોથ 7.7% રહ્યો છે, જે અગાઉના અનુમાન કરતા વધુ છે. જાણો અર્થતંત્રની લેટેસ્ટ સ્થિતિ અને RBI નો રિપોર્ટ.

MoneyControl Newsઅપડેટેડ Jun 05, 2026 પર 5:11 PM
GDP Growth: FY26માં ભારતની GDP ગ્રોથ 7.7% રહ્યો, જાણો ચોથા ક્વાર્ટરના આંકડા અને RBIનું નવું અનુમાનGDP Growth: FY26માં ભારતની GDP ગ્રોથ 7.7% રહ્યો, જાણો ચોથા ક્વાર્ટરના આંકડા અને RBIનું નવું અનુમાન
ત્રીજા ક્વાર્ટરની સરખામણીમાં ચોથા ક્વાર્ટરમાં ગ્રોથ રેટમાં જે સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે, તેની પાછળનું મુખ્ય કારણ મેન્યુફેક્ચરિંગ સેક્ટરની ધીમી પડેલી રફ્તાર છે.

GDP Growth: ભારતીય અર્થતંત્રએ ફરી એકવાર પોતાની મજબૂતી સાબિત કરતા દુનિયાને ચોંકાવી દીધી છે. 5 જૂનની સાંજે સ્ટેટિસ્ટિક્સ મિનિસ્ટ્રી દ્વારા દેશના જીડીપી અંગેના લેટેસ્ટ ડેટા જાહેર કરવામાં આવ્યા છે.

જાહેર કરાયેલા આંકડા મુજબ, નાણાકીય વર્ષ 2025-26માં ભારતનો જીડીપી ગ્રોથ 7.7 ટકા નોંધાયો છે. સૌથી મોટી વાત એ છે કે આ ગ્રોથ અગાઉના અનુમાન કરતા વધારે છે. અગાઉ બીજા એડવાન્સ એસ્ટિમેટમાં દેશનો ગ્રોથ 7.6 ટકા રહેવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ પહેલાના નાણાકીય વર્ષ 2024-25 માં દેશનો રિયલ જીડીપી ગ્રોથ 7.1 ટકા રહ્યો હતો.

ચોથા ક્વાર્ટરમાં કેવી રહી અર્થતંત્રની ચાલ?

નાણાકીય વર્ષ 2025-26 ના ચોથા ક્વાર્ટરના આંકડા પણ સંતોષજનક રહ્યા છે.ચોથા ક્વાર્ટરમાં ભારતનો જીડીપી ગ્રોથ 7.8 ટકા નોંધાયો છે.જોકે, ત્રીજા ક્વાર્ટરમાં આ આંકડો 8 ટકા હતો.

ગ્રોથમાં સામાન્ય ઘટાડાનું કારણ શું?

ત્રીજા ક્વાર્ટરની સરખામણીમાં ચોથા ક્વાર્ટરમાં ગ્રોથ રેટમાં જે સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે, તેની પાછળનું મુખ્ય કારણ મેન્યુફેક્ચરિંગ સેક્ટરની ધીમી પડેલી રફ્તાર છે. ડેટા મુજબ, મેન્યુફેક્ચરિંગ ગ્રોથ જે ત્રીજા ક્વાર્ટરમાં 12.8 ટકા જેટલો ઊંચો હતો, તે ચોથા ક્વાર્ટરમાં ઘટીને 7.3 ટકા થઈ ગયો હતો.

રિઝર્વ બેંકનું નવું અનુમાન શું કહે છે?

બધા સમાચાર

+ વધુુ વાંચો