રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે આ મહિને મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં જણાવ્યું હતું કે દેશ મોંઘવારીનો બીજો ઉછાળો પરવડી શકે તેમ નથી. તેમણે જણાવ્યું હતું કે હાલમાં શ્રેષ્ઠ અભિગમ એ છે કે અનુકૂળ વલણ અપનાવવું અને ફુગાવો મધ્યસ્થ બેન્કના ટાર્ગેટ સાથે ટકાઉ આવે તેની રાહ જોવી. તેમણે આ મહિને 7 થી 9 ઓક્ટોબર દરમિયાન યોજાયેલી બેઠકમાં પોલિસી રેટને યથાવત રાખવાની તરફેણમાં મતદાન કરતી વખતે આ જણાવ્યું હતું. બુધવારે જાહેર કરવામાં આવેલી મોનેટરી પોલિસી કમિટી (MPC)ની મીટિંગની મિનિટ્સ અનુસાર, દાસે કહ્યું, "મૂલ્ય સ્તરે સ્થિરતા જાળવી રાખીને જ નાણાકીય નીતિ ટકાઉ આર્થિક ગ્રોથને ટેકો આપી શકે છે."