Monsoon 2026: વરસાદની ખાધ વધવા અને El Ninoની સ્થિતિ વધુ મજબૂત બનવાની સંભાવના વચ્ચે ગ્રામ્ય માંગ (Rural Demand) પર દબાણ વધવાની શક્યતા છે. તેમ છતાં, વૈશ્વિક બ્રોકરેજ ફર્મ Nomura શહેરી બજારમાં મજબૂત હાજરી, પ્રોડક્ટના ભાવ વધારવાની ક્ષમતા (Pricing Power) અને મજબૂત બ્રાન્ડ ધરાવતી કન્ઝ્યુમર કંપનીઓને પસંદ કરી રહી છે.

