રીજનલ એરલાઇન કંપની સ્ટાર એરે જાહેરાત કરી છે કે તે 15 મે 2025થી કોલ્હાપુરથી બેંગલુરુ, હૈદરાબાદ અને નાગપુર માટે નવી ડાયરેક્ટ ફ્લાઇટ સેવાઓ શરૂ કરશે. આ નવી સેવાઓ કોલ્હાપુર સ્થિત ડાયવર્સિફાઇડ સંજય ઘોડાવત ગ્રૂપની આ એરલાઇનના સમર શેડ્યૂલ નેટવર્ક વિસ્તરણ યોજનાનો એક ભાગ છે. આ પગલાંથી એરલાઇનની કોલ્હાપુરથી જોડાતી ડેસ્ટિનેશનની સંખ્યા વધીને સાત થશે, અને સાપ્તાહિક ફ્લાઇટ્સની સંખ્યા 28 સુધી પહોંચશે.