Online food delivery: તહેવારોની સિઝન નજીક આવતાં જ ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ્સ ઝોમેટો, સ્વિગી અને મેજિકપિનએ પ્લેટફોર્મ ફીમાં વધારો કર્યો છે, જેના કારણે લાખો ગ્રાહકો માટે ઓનલાઈન ખાણીપીણીનો ઓર્ડર મોંઘો થશે. આ ઉપરાંત, 22 સપ્ટેમ્બર 2025થી ડિલિવરી ચાર્જ પર 18% GST લાગુ થવાથી ખર્ચમાં વધુ વધારો થશે.