Ola Electric Share Price: ઓલા ઈલેક્ટ્રિકના શેર આજે 30 ડિસેમ્બરના રોજ ટ્રેડિંગ દરમિયાન 4.5 ટકાથી વધુ ઘટીને રૂ. 85.53 થઈ ગયા હતા. કંપનીની વરિષ્ઠ મેનેજમેન્ટ ટીમના બે એક્ઝિક્યુટિવ્સે રાજીનામું આપ્યું હોવાના સમાચાર પછી આ ઘટાડો આવ્યો છે. ઓલા ઈલેક્ટ્રીકએ જણાવ્યું હતું કે, તેના ચીફ માર્કેટિંગ ઓફિસર અંશુલ ખંડેલવાલ અને ચીફ ટેક્નોલોજી ઓફિસર સુવોનીલ ચેટર્જીએ અંગત કારણોસર 27 ડિસેમ્બરથી તેમના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે.