વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે ભારતમાં વિશાળ ઈ-કોમર્સ કંપની એમેઝોનના એક અબજ ડોલરના રોકાણની જાહેરાત પર સવાલો ઉઠાવતા કહ્યું કે અમેરિકન કંપની ભારતીય અર્થવ્યવસ્થા માટે કોઈ મોટી સેવા નથી કરી રહી, પરંતુ તેનાથી નુકસાન થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે ભારતમાં એમેઝોન દ્વારા થયેલું મોટું નુકસાન ખરેખર અત્યંત નીચા ભાવે પ્રોડક્ટ્સ વેચવાની બજારની ખરાબ પ્રથાને દર્શાવે છે. પરંતુ આ ભારત માટે સારું નથી, કારણ કે તેનાથી કરોડો નાના રિટેલરોને અસર થાય છે.