Smallcap Stocks: ભારતીય શેરબજારમાં મોટા ગજાના રોકાણકારો જ્યારે કોઈ કંપનીમાં રોકાણ કરે છે, ત્યારે સામાન્ય રોકાણકારોનું ધ્યાન પણ તે શેર તરફ ખેંચાય છે. તાજેતરમાં શેરબજારના પીઢ રોકાણકાર રમેશ દામાણી (Ramesh Damani) એ એક સ્મોલકેપ કંપનીમાં મોટું રોકાણ કર્યું છે. આ સમાચાર બહાર આવતાની સાથે જ 'જોન કોકરિલ ઈન્ડિયા લિમિટેડ' (John Cockerill India) ના શેરોમાં જબરદસ્ત તેજી જોવા મળી છે. છેલ્લા 2 દિવસમાં જ આ કંપનીના શેરના ભાવમાં આશરે 13.5% જેટલો ઉછાળો નોંધાયો છે. આજે 29 ડિસેમ્બરના રોજ ટ્રેડિંગ સેશન દરમિયાન પણ શેરમાં ખરીદીનો માહોલ જોવા મળ્યો હતો અને શેર 6% થી વધુ વધીને 5,420 રૂપિયાના લેવલ પર પહોંચી ગયો હતો. શુક્રવારે પણ આ સ્ટોકમાં 6.5% ની મજબૂત તેજી જોવા મળી હતી.

