મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને સરકારે ખૂબ જ સારા સમાચાર આપ્યા છે. સરકારના ભારે ઉદ્યોગ મંત્રાલયે રિલાયન્સને પ્રોડક્શન લિન્ક્ડ ઈન્સેન્ટિવ (PLI) યોજના હેઠળ મૂક્યું છે. હવે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એડવાન્સ કેમેસ્ટ્રી સેલ (ACC)નું ઉત્પાદન કરશે. કંપની 10 GWh ACC બેટરી પ્રોજેક્ટ બનાવવા જઈ રહી છે.